સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલ ભરત નગરમાં એક યુવકે રાત્રિના સમયે માણસો ભેગા કરી જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેનો વિડીયો વાઇરલ થતાં કડોદરા પોલીસે ચાર યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેમને વોંટેડ જાહેર કર્યા હોવાનું જાણવા મળેલ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલ ભરત નગરમાં એક યુવકે માણસો ભેગા કરી કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ જોવા મળ્યો હતો. વાઇરલ થયેલા વિડીયોને આધારે કડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ચલથાણ ખાતે ભરત નગરમાં રહેતા સુખદીપસિંગ મંજીતસિંગ સૈનીનો જન્મ દિવસ હોય તેણે બુધવારની મોડી રાત્રિના સમયે જાહેરમાં માણસો ભેગા કરી કેક કાપી ઉજવણી કરી હતી. જેમાં ઉપસ્થિત લોકોએ મોઢે માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું ન હતું. આ ઉજવણીમાં કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઊડ્યાં હતા. પોલીસે વિડીયોને આધારે સુખદિપસિંગ સૈની, રાહુલ જાધવ (રહે.ચલથાણ, ભરત નગર), આકાશ ચૌધરી (રહે.ચલથાણ,ભરત નગર) તથા અનિલ નામદેવ (રહે.ચલથાણ ભરત નગર) એમ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તેમને વોન્ડેટ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500