સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ઓરમા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ પીકઅપ ટેમ્પામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે ગૌરક્ષકની ટીમે પીકઅપ અટકાવી હતી અને તેમાંથી એક ગાય, એક બળદ તેમજ ત્રણ વાછરડી મળી કુલ ચાર અબોલ પશુઓને બચાવી લીધાં હતાં. ગૌરક્ષકની ટીમને જોઈ ચાલક પીકઅપ મૂકી ભાગી છૂટ્યો હતો. ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલ પિકઅપ પોલીસને સોંપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં ઓરમા ગામની સીમમાં ઓલપાડથી ઓરમા જતાં રોડ ઉપર ગૌરક્ષોની ટીમે બાતમીના આધારે એક પિકઅપ ટેમ્પો નંબર જીજે/26/ટી/163 ને અટકાવવાની કોશિશ કરતાં ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. ગૌરક્ષોએ ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ટૂંકા દોરડા વડે બાંધેલ અને ઘાસ ચારાની સુવિધા વિના ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધેલ એક બળદ, એક ગાય તેમજ ચાર વાછરડી મળી આવી હતી. કોઈપણ જાતની પાસ પરમિટ વિના આ પશુઓની હેરાફેરી કરવામાં આવતી હોય ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલ પિકઅપ ટેમ્પો ઓલપાડ પોલીસને સોંપ્યો હતો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application