સુરત જિલ્લાના પલસાણા નિયોલ ગામે વહેલી સવારે નિયોલ ટ્રાન્સપોર્ટ નગરમાં એક ગોડાઉનમાં સ્ટેટ વિજલિન્સની ટીમે બાતમીના આધારે રેઈડ કરતા 465 પેટીમાં 23.81 લાખથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલિસ ઘટના સ્થળેથી ડ્રાઇવર સહિત ચાર ઇસમોની ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બુધવારના રોજ વહેલી સવારે પલસાણા તાલુકાના કડોદરા પોલિસ મથકના હદ વિસ્તારમાં આવેલ નિયોલ ગામની સીમમાં આવેલ નિયોલ ટ્રાન્સપોર્ટ નગરના 33 નંબરના ગોડાઉનમાં રેડ કરી હતી. જ્યાંથી પોલિસે ટાટા કંપનીના ટેમ્પો નંબર ડીડી/01/સી/9178 માંથી ફ્લિપ કાર્ટ અને એમેઝોન જેવી કંપનીના બોક્ષ મળી આવ્યા હતા તો કેટલાક બોક્ષ ગોડાઉનમાં ઉતર્યા હતા તમામ બોક્ષ ચેક કરતા એક મોટા બોક્ષની અંદર ત્રણ પેટી વિદેશી દારૂની પેટી હોવાનું બહાર આવ્યું હતું. પોલિસે ટેમ્પો ડ્રાઇવર હનીફખાન કાલેખાન (રહે. નાલાસોપારા,મુંબઈ) તેમજ ગોડાઉન દેખરેખ રાખનાર બાબુસિંગ મગળસિંગ રાજપૂત, ગોડાઉનમાં કામકાજ કરનાર સુનારામ ઉર્ફે સોનુ લક્ષણસિંગ પુરોહિત તથા સુરેશભાઈ સદારામભાઈ બીસનોઈ (ત્રણેય રહે.કડોદરા બારડોલી રોડ ગોલ્ડન સકવેરની પાછળની બિલ્ડિંગમાં) ઓને ઝડપી પાડ્યા હતા તેમજ આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ગોવાથી ભરવામાં આવ્યું હતું આ વિદેશીદારૂ સુરત શહેર તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાએ પહોંચાડવા માટે અહીં નિયોલના ગોડાઉનમાં ખાલી કરવાનું હતું પોલિસે 465 પેટી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ જેની કિંમત આશરે 23,81,000/-અને ટેમ્પો કબ્જે કરી આશરે 33 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500