સુરત શહેરનાં રાંદેર રોડના 50 વર્ષીય આઘેડના અંગદાનથી પાંચ લોકોને નવજીવન મળ્યુ છે. પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
રાંદેર રોડ પર નવયુગ કોલેજ પાસે કોટયાક નગરમાં રહેતા 50 વર્ષીય ગીતેશ ચંદ્રવદન મોદી પાઈપ અને સેનેટરી ફિટિંગ્સનું ટ્રેડિંગ અને વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ તારીખ 23મી સવારે ગીતેશ મોટરસાયકલ પર રેલવે સ્ટેશન તરફ જતા હતા. તે સમયે રીંગરોડ પર ખુશી બજાર સામે અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા તે નીચે પડી જતા તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ તા.27મીએ ડોકટરોએ ગીતેશને ડોક્ટરની ટીમેબ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફને જાણ કરાતા ગીતેશના પરિવારને સમજ અપાતા તેઓ અંગદાન માટે સંમત થયા હતા.
હૈદરાબાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સુરત આવીને હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું. ત્યારે દાનમાં મળેલી બે કિડની પૈકી એક કિડની ભરૂચના 45 વર્ષીય વ્યક્તિમાં અને બીજી કિડની જરૂરિયાતમંદ દર્દીમાં અને લિવર નડિયાદના 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોવીડ-19ની મહામારીની બીજી લહેરમા ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા એકવીસ દિવસમાં પાંચ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી૨ હૃદય, ફેફસાં, 10 કિડની, 5 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 27 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 27 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500