સુરતના મોટા વરાછા ભરથાણા રોડ પર સાંજે લક્ઝરિયસ ઓડી કારના એન્જીનના ભાગે આગ લાગતા કાર સળગવા લાગી હતી. કાર ચાલક સામાન્ય રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, મોટા વરાછા ખાતે આકૃતિ હાઈટ્સમાં રહેતા 28 વર્ષીય વિશાલભાઈ સાંજે લક્ઝરિયસ ઓડી કાર લઈને ભરથાણા ખાતે મિત્રની ગૌશાળાની મુલાકાતે જઈ રહયા હતા. ત્યારે તેઓ ભરથાણા કોસાડ મેન રોડના સિંગલ લેન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ભરથાણાથી કોસાડ મેડ રોડ ખાતે આવેલ આનંદધારા સોસાયટીના ગેટ પાસેથી ઓડી કાર પસાર થઇ રહી હતી. ત્યારે કારના એન્જીનના ભાગેથી ઘુમાડો નીકળી રહ્યો હતો. જેથી તેઓ તાત્કાલીક કારને સાઈડમા ઉભી રાખી નીચે ઉતરીને બોનટ ખોલીને જોતા આગ ભડકી ઉઠી હતી અને તેમના મોઢાના ભાગે ઝાળ લાગતા સામાન્ય દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના લીઘે ત્યાં નાસભાગ થઈ જવા પામી હતી અને ત્યાંથી પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા.
આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામા આવતા મોટા વરાછા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર બી.કે.સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારમા થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, તેમના સંબધીઓ સ્થળ પર આવી ગયા હતા. આ અંગે અમરોલી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500