Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર યુવક સામે ગુનો દાખલ

  • October 08, 2021 

સુરતના મહુવા તાલુકાનાં એક ગામમાં 14 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે ગામનો જ યુવકે અપહરણ કરી જતાં પરિવારજનોએ યુવક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 
 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવાના એક ગામમાં રહેતી સગીરા નજીકની જ શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે જયારે સગીરા ગત તા.20મી સપ્ટેમ્બરના રોજ તેની શાળાએ ગઈ હતી પરંતુ મોડી સાંજે પણ પરત નહીં ફરતા પરિવાજનોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, કોઈ પત્તો લાગ્યો ન હતો. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફળિયામાં રહેતો મનીષ મંગુભાઈ પટેલ સાથે સગીરાને પ્રેમ સંબંધ હોય અને મનીષ પણ તે જ દિવસથી ઘરેથી ગુમ થઈ ગયો હોય પરિવારજનોને તેમની દીકરીને મનીષ જ ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી. આ શંકાના આધારે પરિવાજનોએ મહુવા પોલીસ મથકમાં મનીષ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application