સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા બે સંતાનના પિતાએ પરિચીત પરિવારની 6 વર્ષની બાળાને વિમલ ગુટખા લઇ ઘરે બોલાવી આંતરવસ્ત્ર કાઢી અશ્લીલ હરકત કર્યાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેર કોઝવે નજીક રાજુનગર ઝુંપડ પટ્ટીની બાજુમાં ઇંટના ભઠ્ઠા પાસે રહેતા જાવીદ અબ્દુલ રહેમાન શેખ (ઉ.વ.42) જે ગતરોજ બપોરે સ્થાનિક વિસ્તારમાં રમી રહેલી 5 વર્ષ અને 6 વર્ષની માસૂમ બાળાને 10 રૂપિયા આપી દુકાને વિમલ ગુટખા લેવા મોકલી હતી.
ત્યારબાદ દુકાનેથી ગુટખા લઇ ઘરે આપવા આવેલી 6 વર્ષની માસૂમ બાળાને નરાધમ જાવીદે ઘરમાં લઇ જઇ તેના આંતરવસ્ત્ર કાઢી નાંખી અશ્લીલ હરકત કરી હતી. જોકે પોતાની સાથે કંઇક અઘટિત થઇ રહ્યું હોવાનું જણાતા બાળા ત્યાંથી ભાગી ગઇ હતી અને તુરંત જ તેની માતાને જાણ કરી હતી. બનાવ અંગે બાળકીની માતાએ પડોશીઓની મદદથી જાવીદને ઝડપી પાડયો હતો અને રાંદેર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે જાવીદ વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application