Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થનાર સામે ગુનો દાખલ

  • January 28, 2022 

સુરતના સારોલી સ્થિત સંગીની ટેક્ષટાઈલ હબમાં શુટ કાપડનો વેપાર કરતા ડુમસ રોડના વેપારી પાસેથી રૂપિયા 10.65 લાખનું શુટ કાપડ ખરીદી અંબાલાનો વેપારી બાકી પેમેન્ટ રૂપિયા 3.89 લાખ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ જતા પુણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ હરિયાણાના વતની અને સુરતમાં ડુમસ રોડ વી.આર.મોલની બાજુમાં વાસ્તુ લકઝીરીયા એ/06/401-માં રહેતા સુમીતકુમાર સુરેન્દ્રકુમાર અગ્રવાલ (ઉ.વ.33)ના ઓની સારોલી સ્થિત સંગીની ટેક્ષટાઈલ હબમાં જય શિવ ફેબ્રિક્સના નામે શુટ કાપડનો વેપાર કરે છે.જોકે સપ્ટેમ્બર-2019માં અંબાલાના દલાલ બજરંગલાલ ગર્ગ પાસેથી માહિતી મેળવી અંબાલા બસ સ્ટેન્ડની બાજુમાં સુપર માર્કેટમાં એસ.પી. ટ્રેડીંગ કંપનીના નામે કાપડનો વેપાર કરતા સુખદર્શન સિંહ સુરત આવી સુમીતકુમારને મળ્યા હતા અને મીઠીમીઠી વાતો કરી 30 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી ધંધો શરૂ કર્યો હતો અને સુમીતકુમારે ગત તા.29 સપ્ટેમ્બર-2019થી ગત તા.21 ડિસેમ્બર-2020 દરમિયાન સુખદર્શન સિંહને ટ્રાન્સપોર્ટ મારફતે કુલ રૂપિયા 10,65,232/-નું કાપડ મોકલ્યું હતું. તે પૈકી રૂપિયા 6,76,652/- સુખદર્શન સિંહે થોડા-થોડા કરી ચૂકવી દીધા હતા. જયારે બાકીની રકમ રૂપિયા 3,88,670 માટે વાયદા કરી બાદમાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી એક મહિના અગાઉ સુમીતકુમાર જાતે અંબાલા ગયા અને તેમની દુકાને પહોંચ્યા તો જાણવા મળ્યું હતું કે સુખદર્શન સિંહે દુકાન બંધ કરી દીધી છે. રૂ.3.89 લાખની છેતરપિંડી અંગે સુમીતકુમારે કરેલી અરજીના આધારે પુણા પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application