સુરત શહેરના છેવાડાના સણીયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મીનલબેન (નામ બદલ્યું છે) એ પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ પતિ સાથે મનમેળ નહીં હોવાથી વર્ષ 2016માં છુટાછેડા લઇ 16 વર્ષના પુત્ર અને 12 વર્ષની પુત્રી સાથે અલગ રહી અને સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. જોકે મીનલબેન બે વર્ષ અગાઉ પુણા ગામની શંકર નગર સોસાયટીમાં ભાડેથી રહેવા ગઇ હતી તે સમયે સોસાયટીના પ્રમુખ સંજય બાબુભાઇ પોકળ (ઉ.વ.45, રહે.રાજ પેલેસ,પુણા) એ યેનકેન પ્રકારે મીનલનો મોબાઇલ નંબર મેળવી ફોન કરી ઘરે મળવા ગયો હતો. સંજયે પોતે અપરિણીત છે એમ કહી લગ્ન કરવાની અને તેના બે સંતાનને બાપ તરીકે નામ આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.
ત્યારબાદ ઘરે અને ઓલપાડ ખાતે ફાર્મ હાઉસ તથા ડુમ્મસની ઓયો હોટલમાં લઇ જઇ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને પોતે અપરિણીત હોવાનું કહેનાર સંજયના લગ્નેત્તર સંબંધની જાણ તેની પત્ની નયનાને થઇ જતા તેણે મીનલને ફોન કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી મીનલે આ અંગેની જાણ સંજયને કરતા તેણે નયના સાથે જબરજસ્તી લગ્ન કરાવ્યા છે, તે મને પસંદ નથી એમ કહી છુટાછેડા આપવાનો છું અને તારી સાથે લગ્ન કરવાનો છું એમ કહી લીવઇન રીલેશનશીપનો કરાર બનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ સંજયને દારૂના નશામાં મીનલને મારમારી સંતાન સાથે મારી નાંખવાની ધમકી આપી તરછોડી દેતા મીનલબેનએ ફરીયાદ નોંધાવતા પોલીસે સંજયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application