સુરતના સરથાણા ગઢપુર રોડ રજવાડી નામના પાર્કિંગ માંથી જુન મહિનામાં પોલીસે રેડ પાડી ગેરકાયદે ચાલતા બાયોડિઝલના ગોરખધંધાનો પર્દાફાશ કરી બાયોડિઝલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 17.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ આ મામલે ચાર સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણા પોલીસે ગત તા.30 જુનના રોજ સરથાણા ગઢપુર રોડ રજવાડી પાર્કિંગમાં રેડ પાડી ગેરકાયદે ચાલતા બાયોડિઝલના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા 7,62,230/-નો બાયોડિઝલનો જથ્થો મળી કુલ રૂપિયા 17,22,080/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની તપાસમાં સ્થળ પરથી ઝડપાયેલા બાયોડીઝલનો ધંધો કરતા સુરેશ બંસીલાલ ખીચી (રહે.વરાછા), મનીષ ગોકળ પટેલ (રહે.સરથાણા), બાબુ મદનજી ખટીક (રહે.વરાછા) અને મુકેશ શોભાલાલ ખટીક (રહે.રજવાડી ટ્રાવેલ્સના પતરાના શેડમાં) દ્વારા એકબીજાની મદદગારીથી ગેરકાયદે પોતાના આર્થિક લાભ મેળવવા માટે મોટા પ્રમાણમાં જવલનશીલ પ્રવાહી કોઈપણ પ્રકારની મજુરી કે પરવાનગી લીધા વગર સંગ્રહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ગતરોજ પીએસઆઈ બી.એમ.કરમટા ફરિયાદી બની ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ ઈકો સેલના પીએસઆઈ આર.ડી.દેસાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500