સુરત શહેરના વેસુમાં ફ્લોરિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ સજ્જન અગ્રવાલ કોલસાનો વેપાર કરે છે અને તેમની ઓફિસ સહારા દરવાજા પાસે આવેલ છે. મહારાષ્ટ્રના સનસાઈન પેપ ટેક નામની પેપર મિલનો મેનેજર દિપક ઢોલુ શૈલેશ પાસેથી કોલસો ખરીદતો હોય તેના રેફરન્સથી શૈલેશે અજય અને તેના પિતા સંજય શેષ સાથે કોલસાનો વેપાર શરૂ કર્યો હતો. અજય અને સંજયે ભીવંડી ખાતે યોગીરાજ મેટ્રોનામથી પ્રોસેસ ડાઇંગ ચલાવતો હોવાનું શૈલેશને કહ્યું હતું. આરોપી પિતા-પુત્રે શૈલેશને 90 દિવસમાં પેમેન્ટનો વાયદો કરતાં શૈલેશે કુલ 9.98 કરોડનો કોલસો વેચ્યો હતો અને તેની સામે 2.71 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. દિપક ઢોલુના કહેવાથી મહારાષ્ટ્રની ફિનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપનીમાં પણ ટ્રાન્સપોર્ટર આસીફ શેખના માધ્યમ 76 લાખનો કોલસો ઉધાર આપ્યો હતો. તેના ખરીદદાર તરીકે નંદુભાઈ ઉર્ફ મુદસ્સીર અન્સારી હોવાનું જણાવ્યું હતું. નંદુએ પણ તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું.
ત્યારબાદ શૈલેશ અગ્રવાલે રૂપિયાની માંગણી કરતા દિપકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને તેમાંથી કોઈએ પેમેન્ટ કર્યું ન હતું. જોકે શૈલેશભાઈએ ભીવંડી તપાસ કરતા ત્યાં યોગીરાજ મેટ્રો નામથી કોઈ કંપની ન હતી અને પાલઘરના વાડા ખાતે જઈને તપાસ કરતા ત્યાં પણ ફિનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપની જણાઈ ન હતી જેથી ટ્રાન્સપોર્ટર આસીફ શેખને ફોન કરતા તેને પણ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ સંજય અને અજય શેષને મેલ કરીને જણાવ્યું હતું કે, તમામ માલ ખરાબ હતો. જ્યારે માલ સ્વીકારેલો ત્યારે માલ મળી ગયાની નોંધ કરી પરંતુ તેમાં ખરાબ માલ હોવાનું તેઓએ જણાવ્યું ન હતું. બનાવ અંગે શૈલેશ અગ્રવાલે સંજય, અજય શેષ, દિપક ઢોલુ, આસીફ શેખ અને નંદુ ઉર્ફ મુદસ્સીર વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application