Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૪૬.૯૪ લાખનો માલ ખરીદી કર્યા બાદ વેપારી સાથે પિતા-પુત્રએ કરી છેતરપિંડી

  • September 22, 2021 

સુરતના સલાબતપુરા બક્ષીની વાડી પાસે ગેલેક્ષી હાઉસમાં જય ગોપાલ ક્રિએશનના નામે ધંધો કરતા લોડલીયા પિતા-પુત્ર સહિત ચાર જણાએ ત્રણ વેપારી પાસેથી કુલ રૂપિયા ૪૬.૯૪ લાખનો ચણીયા ચોળીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી ઉઠમણું કયું હતું તેમજ ભોગ બનનાર વેપારીઓ દ્વારા ઉઘરાણી કરતા પેમેન્ટ આપવાની ના પાડી ફરી બીજીવાર ઉઘરાણી કરવા આવ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસ ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ ધનમોરા સર્કલ જે.કે.નગર ખાતે રહેતા ભુમીત રમેશભાઈ કલસરીયા (ઉ.વ.૨૪) સલાબતપુરા સિન્ડીકેટ સમોસાની સામે અલી લશ્કર બાબાની દરગાહ પાસે રામરહિમ ફેશના નામથી પ્લેન કાપડ ખરીદી અલગ-અલગ એમ્બ્રોઈડરી જોબવર્કવાળાઓ પાસે વર્ક કરાવી ચણીયાચોળી તૈયાર કરી તેનો હોલસેલમાં વેપાર ધંધો કરે છે. ભુમીતની ડિસેમ્બર-૨૦૨૦માં કાપડ દલાલ આસિફ દાના સાથે થઈ હતી. માર્ચ મહિનમાં આસીફ તેની સાથે આનંદ ગોંડલીયા, આયુષ ગોંડલીયા અને સાગર નામના વેપારી્અઓને દુકાને લઈને આવ્યો હતો અને તેમની જય ગોપાલ ક્રિએશનના નામથી ગેલેક્ષી હાઉસ બક્ષીની વાડી સલાબતપુરા ખાતે વેપાર ધંધો કરતા હોવાની આપી હતી અને તમે ચણીયા-ચોળીનો હોલસેલમાં ઓર્ડર મુજબ માલ આપશો તો તેમને ૨૫ થી ૩૦ દિવસમા પેમેન્ટ ચુકવી આપશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો અને શરુઆતમાં માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપતા હતા.

 

 

 

 

 

ત્યારબાજ ગત તા.૨૩ માર્ચ-૨૦૨૧ થી ૫ જુલાઈ-૨૦૨૧ દરમિયાન કુલ રૂપિયા ૨૪,૮૪,૩૯૩/-નો ચણીયા-ચોળીનો માલ આસીફ દાનાના કહેવા પર આપ્યો હતો. નક્કી કરેલ સમય મયાર્દામાં પેમેન્ટ નહી ચુકવતા ભુમીત દ્વારા દલાલ આસીફ દાના પાસે ઉઘરાણી કરતા બહાના કાઢી ગલ્લાતલ્લા કરતા ગોંડલીયાઓની જયગોપાલ ક્રિએશન દુકાને ઉઘરાણી કરતા જતા દુકાન બંધ હતી. જેથી આનંદના પિતા બાબુભાઈને વાત કરતા તેઓ એકદમ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી મારી પાસે કે મારા દીકરા પાસે રૂપિયાની ઉઘરાણી કરવા આવવુ નહી આજ પછી જો હવે ઉઘરાણી કરવા આવ્યા તો જાનથી મારી નાંખીશ અને તારા કોઈ રૂપિયા આપવાના નથી તારાથી થાય તે કરી લે જે તેવી ધમકી આપી હતી. દરમિયાન તપાસ કરતા ભુમીતભાઈને દલાલ આસીફ અને વેપારીઓ દ્વારા તેમના ઉપરાંત અન્ય વેપારી  ફેશન પોઈન્ટના વસિક કુરેશી પાસેથી રૂપિયા ૧૨,૨૦,૪૪૭/- હની કલેકનશનના આરીફ મલીક અન્સાર પાસેથી રૂપિયા ૯,૮૯,૧૭૨/-નો ચણીયા ચોળીનો માલ ખરીદ્યો હતો આ રીતે આરોપીઓએ કુલ રૂપિયા ૪૬,૯૪,૦૧૨/-નો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે ભુમીતની ફરિયાદ લઈ  આનંદ બાબુ લોડલીયા, બાબુ લોડલીયા (રહે.મીરા રેસીડેન્સી રજવાડી પ્લોટ,અમરોલી), આયુષ રણછોડ લોડલીયા (રહે.સુષ્ટી રેસીડેન્સી,અમરોલી) અને દલાલ આસીફ દાના સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application