Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોષણમાહની ઉજવણી અંતર્ગત વ્યારા તાલુકાની ૧૬૫ આંગણવાડી ખાતે ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાયું

  • September 08, 2021 

સમગ્ર ગુજરાતમાં આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસને “પોષણમાહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ. વ્યારા ધટક-૧ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી જિલ્લાની આંગણવાડીમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાની તમામ ૧૬૫ આંગણવાડીમાં વર્કર હેલ્પર/આશાબહેનો, શાળાના આચાર્ય, આયુષ ડોકટર, નર્સ, ગામના સરપંચ, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો તથા  ગામના આગેવાનો ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી આંગણવાડીને પોષણયુક્ત ફળાઉ વૃક્ષોથી સુસજ્જ બનાવવામાં મદદરૂપ બન્યા હતા.       

 

 

 

 

 

આ ઉપરાંત વ્યારા તાલુકા કક્ષાના કાર્યક્ર્મમાં પાનવાડી-૨ આંગણવાડી ખાતે તાલુકા પ્રમુખ જશુબેન ગામીત તથા આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર એ.ટી.પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. સમસ્ત કાર્યક્ર્મનુ આયોજન સી.ડી.પી.ઓ વ્યારા ધટક-૧ તન્વી પટેલ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application