સુરતની ચોર્યાસી ડેરી દ્વારા અલગ-અલગ પ્રોડકટ પૈકી એક સુપર દુધ પ્રોડકટમાં લિટરે 1 રૂપિયાનો વધારો કરાતા હવે 60 રૂપિયે લિટર મળશે. હાલની સ્થિતમાં પશુદાણ, ટ્રાન્સપોર્ટેશન તેમજ મજુરીના ભાવ વધારાને ધ્યાને લઇ વધારો કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. સુરત શહેરમાં સુમુલ ડેરી બાદ ચોર્યાસી ડેરી આવી છે. આ ડેરીનું કાર્યક્ષેત્ર ચોર્યાસી તાલુકો છે. આ તાલુકાના ગામોની મંડળીઓમાંથી દુધ આવતુ હોય છે.ચોર્યાસી ડેરી દ્વારા અલગ-અલગ પ્રોડકટ સુપર દુધ, સ્ટાર્ન્ડડ દુધ ટોન્ડ દુધનું વેચાણ થાય છે. આ તમામ પ્રોડકટ પૈકી હાલમાં સુપર દુધના ભાવમાં જ 1 રૂપિયાનો વધારો કરાયો છે. અત્યાર સુધીમાં સુપર દુધનો ભાવ લિટરે 59 રૂપિયા હતો. જેમાં 1 રૂપિયાનો વધારો થઇને હવે 60 રૂપિયે લિટર મળશે. આ ભાવ વધારા અંગે ચોર્યાસી ડેરીના ચેરમેન નરેશ પટેલના જણાવ્યા મુજબ, હાલમાં સુપર દુધના વેચાણમાં જ ભાવ વધારો કરાયો છે. અન્ય વેચાણના ભાવ યથાવત રખાયા છે. કોરોનાની સ્થિતિને કારણે ગત વખતે ઝાઝો ભાવ વધારો કરાયો ના હતો. પરંતુ હાલની સ્થિતિમાં વારંવાર માવઠાના કારણે પશુચાણાની તકલીફ, પશુદાણ અને ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધારો થયો હોવાથી આ ભાવ વધારો કરવો પડયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application