ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ )ની પરીક્ષા અને બી.કોમ સેમેસ્ટર-3ની ઓનલાઇન પરીક્ષાનું શિડયુલ એક જ દિવસે ગોઠવાયુ હોવાથી નર્મદ યુનિવર્સિટી દ્વારા બી.કોમની પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો છે.
નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સાથે સી.એ., સી.એસ, સીએમએ સહિતના કોર્સ કરતા હોય છે. બી.કોમ અને આ બધા કોર્સોની પરીક્ષા ઘણી વખત સાથે આવતી હોવાથી વિદ્યાર્થીઓને એક જ દિવસે પરીક્ષા આપવાની તકલીફો પડે છે. આવી જ રીતે આવનાર તારીખ-5,6 અને 7 મી જુલાઇએ બી.કોમ સેમેસ્ટરની ઓનલાઇન એમસીકયુ બેઇઝ પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. આજ દિવસે સી.એની પરીક્ષા પણ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો ટાઇમ ટેબલ ફેરફાર કરવા માંગ કરાઇ હતી.
આ માંગણીને ધ્યાનમાં લઇને આગામી 5, 6 અને 7 મી જુલાઇના રોજ બી.કોમ સેમેસ્ટર-3 ની જે પરીક્ષા લેવાની હતી. તે પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરીને હવે આ પરીક્ષા 8,9 અને 10 મી જુલાઇના રોજ લેવાશે.પરીક્ષાનો સમય યથાવત રખાયો છે.
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500