સુરત શહેરમાં હવે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક માટે સમય અવધિમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર એપોઇન્ટમેન્ટ માટેના પ્રતિક્ષા દિવસો ઓછાં કરવા ઓટોમેટેડ ડ્રાઇવીગ ટેસ્ટ ટ્રેક બે શિફ્ટમાં ચલાવવામાં આવશે.
ઓછા દિવસોમાં અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર એપોઇન્ટમેન્ટ મળી રહે તે માટે બે શિફ્ટ મળીને રાત્રીના 9:20 સુધી ટેસ્ટની કામગીરી પૂરી કરવાની રહેશે. એપાર્ટમેન્ટની પ્રતીક્ષા દિવસો પૂરા કરવા માટે પહેલી શિફ્ટ સવારના 6થી બપોરના 2:15 અને બીજી શિફ્ટ બપોરના 2:15 થી 9:20 સુધી ટ્રેક ઉપર ટેસ્ટની કામગીરી પૂરી કરવાની સૂચના આપવામાં આવી છે. રાતે 10 વાગ્યાથી કરફ્યૂ હોવાથી તે પહેલા ટેસ્ટ પુર્ણ કરી દેવાનો રહેશે. ઓટોમેટેડ ડ્રાઇવીગ ટેસ્ટ ટ્રેક પરની ટેકનીકલ ક્ષતિ માટે સ્થાનિક કક્ષાએથી જ ટેકનીકલ એજન્સી-વ્યક્તિ સાથે સંકલન કરી નિરાકરણ લાવવા તથા ઓટોમેટેડ ડ્રાઇવીગ ટેસ્ટ ટ્રેક પર ઝોન-વાઈઝ ડિમાર્કેશન લાઇન્સ યોગ્ય રીતે અરજદારને દેખાય તે માટે યોગ્ય કલરથી માર્કીગ લાઈન્સ બનાવવાનુ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application