સુરતમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે, મોપેડ પર બે વ્યકિતઓ ચોરીના મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવીને એક યુવક સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રૂપિયા 90,330/-ના 8 નંગ મોબાઇલ ફોન કબ્જે લીધા હતા. પોલીસે પુછપરછ કરતાં ડિંડોલી પોલીસ મથકની હદમાથી મોબાઇલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપી પૈકી ડિંડોલી શિવ હિરાનગરમા રહેતો રોહીત યુવરાજ સપકાળે અને એક સગીર હોવાનું જણાવ્યું હતુ. જયારે સગીરે દિવાળીના તહેવારમાં મોજશોખ પુરા કરવા માટે મોબાઇલ સ્નેચીંગ કરતા હોવાની કબુલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application