કાપોદ્રા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપની વચ્ચે સવારના સાડા સાત વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર જતાં હીરા વેપારી આધેડનું ખાનગી ટ્રાવેલ્સ બસની અડફેટે આવી જતાં ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લક્ઝરી બસનો ડ્રાઈવર નાસી ગયો હતો. બાદમાં કાપોદ્રા પોલીસે બસ ડિટેઈન કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા વિસ્તારમાં સવારના સમયે મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરાને પોલિશ્ડ કરવા માટે જતાં હોય છે. આ કામમાં સંકળાયેલા અને કામરેજના ખોલવડ-લસકાણા ખાતે આવેલા ઓપેરાની બાજુમાં ઓરેન્જ સ્કાઈમાં ડી-૨૦૨માં રહેતા ૫૪ વર્ષીય બાબુભાઈ નાગજીભાઈ સતાસીયાના મોપેડ લઈને જઈ રહ્યા હતાં. આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપની વચ્ચે રોડ પર જીજે/૩૩/ટી/૮૦૦૦ નંબરની ક્રિષ્ના ટ્રાવેલ્સ અને સાંઈ દર્શન લખેલી ખાનગી બસે બાબુભાઈને અડફેટે લીધા હતાં. જેથી તેમને ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કામ અર્થે જતાં રત્નકલાકારોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસને ઘટના સ્થળે જ છોડીને નાસી ગયો હતો. બીજી તરફ નજીકમાં જ રહેલા કાપોદ્રા પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારને જાણ કરીને મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવાની સાથે સાથે બસને ડિટેઈન કરીને અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application