સુરતના સરથાણા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતી 9 જેટલી ભેંસોને બચાવી લેવામાં આવી છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો. જેથી ટ્રકને પકડીને સરથાણા પોલીસના હવાલે કરવામાં આવી હતી. આમ, પોલીસે ભેંસ અને ટ્રક સહિત 2ની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગૌરક્ષકોને ભેંસ ભરેલી ટ્રક નીકળવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગૌરક્ષકોનાં માણસોએ કડોદરાથી પીછો કરીને સુરતના વનમાળી જંકશન ખાતે સરથાણા પોલીસ સાથે ટ્રકને ઝડપી પાડી હતી.
આ ટ્રકમાંથી પોલીસને 9 જેટલી ભેંસો મળી આવી હતી. આ તમામ ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલી ટ્રક જીજે/24/વી/9019 વિષે કોઈને જાણ ન થાય તે માટે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી હતી. ભેંસોની ઉપર ટ્રકમાં લાકડાનું પાર્ટીશન બનાવવામાં આવ્યું હતું. જેના ઉપર કેરીના બોક્સ અને બીજી અન્ય વસ્તુઓ મુકવામાં આવી હતી. જેથી લોકોના ધ્યાનમાં ભેંસોની હેરાફેરી ન આવે. જોકે ગૌરક્ષો અને પોલીસે સાથે મળીને ભેંસોને છોડાવી છે. ટ્રકમાંથી બેને પોલીસે ઝડપી લીધા હતા. જોકે હાલ ટ્રકને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જઈને તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application