રિંગરોડ મિલેનીયમ માર્કેટમાં પાંચમાં માળે ધંધો કરતા વેપારી પાસેથી દિલ્હીના ચીરાખાના ઈશ્વર માર્કેટમાં આર્યા ટેક્ષટાઈલના પ્રોપરાઈટરે દલાલ મારફતે કુલ રૂપિયા 18.22 લાખનો સાડીનો માલ ખરીદ્યા બાદ સામે આપેલ ચેક રિટર્ન કરાવ્યો હતો અને વેપારી દ્વારા પેમેન્ટ માટે ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વેપારીની ફરિયાદને આધારે દલાલ અને વેપારી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળ તપાસ શરુ કરી છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ આશીર્વાદ પેલેસમાં રહેતા નવનીતકુમાર મોહનલાલ અગ્રવાલ(ઉ.વ.47) રિંગરોડ મિલેનીયમ માર્કેટમાં દુકાન ધરાવે છે. નવનીતકુમાર પાસેથી ગત તા. 3 ઓકટોબર 2019થી 30 ડિસેમ્બર 2019ના સમયગાળા દરમિયાન દિલ્હી નવી સડક ચીરાખાના ઈશ્વર માર્કેટમાં આર્યા ટેક્ષટાઈલના નામે ધંધો કરતા સચિન આર્યા, દિપક ઠાકુર અને દલાલ લાલચંદ જૈનએ એકબીજાની મદદથી વિશ્વાસ અને ભરોસો કેળવી 60 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનુ કહી કુલ રૂપિયા 18,22,465/-નો સાડીનો માલ ખરીદ્યો હતો અને નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા નવનીતકુમાર દ્વારા ઉઘરાણી કરતા બંધ એકાઉન્ટનો ચેક આપ્યો હતો. નવનીતકુમારે ઉઘરાણી કરતા આરોપીઓએ પેમેન્ટ આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે નવનીતકુમારની ફરિયાદ લઈ વેપારી અને દલાલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application