ઓલપાડ તાલુકાના કીમ ટાઉન સહિત આજુબાજુના 18 ગામોને આરોગ્યની અદ્યતન સેવા-સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1.10 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમદા આરોગ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા કીમ ખાતે લોકાર્પિત થયેલું આરોગ્ય કેન્દ્ર ઓલપાડ તાલુકાની આરોગ્ય સુવિધામાં વધારો કરશે. આસપાસના 18 જેટલા ગામોને આરોગ્ય સેવા મળી રહેશે. હાલ કોરોના કાળમાં પણ આ કેન્દ્ર પ્રાથમિક સારવાર મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે. પ્રસુતિ, રસીકરણ જેવી વિવિધ આરોગ્યલક્ષી સેવામાં પણ આ કેન્દ્ર ઉપયોગી બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application