Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણામાં હાઈવે ઉપર વાહન અડફેટે આવતાં યુવકનું મોત

  • June 21, 2021 

સુરત જિલ્લાના પલસાણા ગામની હદમાં નેશનલ હાઈવે-48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ગામની હદમાં દુબેજી-ટી સેન્ટરની સામે નેશનલ હાઈવે-48 ઉપરથી પસાર થઈ રહેલ અજાણ્યા યુવક પૂરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. યુવકની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોય ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં તેઓ સ્થળ ઉપર આવી મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application