Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેલ્ડીંગ કામ કરતી વખતે યુવકને કરંટ લાગતા મોત

  • July 19, 2021 

ખટોદરામાં બપોરે વેલ્ડીંગ કામ કરતી વખતે એક યુવકને ઈલેક્ટ્રીક કરંટ લાગતા મોત નીપજ્યું હતું.

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરામાં વડોદ ગામમાં આવેલા આવાસમાં રહેતા રામઆશરે ફુલચંદ રાય (ઉ.વ.38) બપોરે ખટોદરા પોલીસ મથક પાસે મહેન્દ્રા શો રૂમ નજીકમાં સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા હતા.

 

 

તે સમયે યુવકને ઇલેક્ટ્રિક કરંટ લાગતા તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બાનાવ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application