સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામના તળાવ ફળિયામાં રહેતા યુવકનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાડી ગામના તળાવ ફળિયામાં રહેતો સંદીપભાઈ સંપતભાઈ વસાવા (ઉ.વ.35) જે તળાવમાં ન્હાવા માટે ગયો હતો. ત્યારે તળાવમાં તેનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ યુવક વાલિયા ખાતે ડી.જી.વી.સી.એલ. કંપનીમાં લાઈન મેન તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિતા સંપતભાઈએ ઉમરપાડા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application