સુરતના પલસાણા તાલુકાના જોળવા ખાતે રહેતા અને પલસાણામાં જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવકની મોટરસાઈકલ તેના જ ઘરે આવેલા બે મિત્રો કામ અર્થે જોળવાથી કડોદરા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તાતીથૈયાના ગેટ પાસે મોટરસાઈકલને અજાણ્યા ટેમ્પો ચાલકે અડફતે લેતા મોટરસાઈકલ સવાર એકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના સિંધખેડા તાલુકાના દોડાંઈચાના અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ આરાધના લેકટાઉન વિભાગના-4ના પ્લોટ નંબર-68ના મકાનમાં રહેતા રાહુલભાઈ સુભાસભાઈ દેસલે (ઉ.વ.27) નાઓ પલસાણા પોલીસ મથકના છેલ્લાં 3 વર્ષથી ફરજ બજાવે છે જે ગત શુક્રવારના રોજ તેઓએ તેના મિત્ર અનિકેત રાજેન્દ્ર રામરાજે નાઓને તેના ઘરે સાઉન્ડ સિસ્ટમ ચેક કરવા બોલાવ્યો હતો જે બાદ રાત્રીના 10 વાગ્યાના અરસામાં અનિકેતે રાહુલના ભાઈ પાસેથી મોટરસાઈકલની માંગણી કરી અને તેમના મિત્ર ઉદય સોપાનભાઈ પાટીલ સાથે બજાજ પલ્સર મોટરસાઇકલ નંબર જીજે/19/એક્યુ/7732 લઈ જોળવાથી કડોદરા તરફ આવી રહ્યા હતા. તે સમય રાત્રીના અંધારામાં તાતીથૈયા ગામના ગેટ પર મોટર સાઈકલને પાછળથી અજાણ્યા આઇસર ટેમ્પાએ અડફેટે લેતા મોટરસાઇકલ સવાર બંને મિત્રો રોડ પર ફંગોડાયા હતા જે પૈકી ઉદય પાટીલને માથામાં ગંભીર ઈજાઓ થતા સુરત સ્મિમેર ખાતે તેનું સારવાર મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાહુલ દેસલેએ કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application