સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે રહેતા એક ઇમસ રાત્રીએ પલસાણાથી બારડોલી હાઇવે પર પોલીસ મથકની સામે બીજ ઉપરથી બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલરે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, પલસાણાના બલેશ્વર ગામે મોરા ભાગળ ફળીયામાં રહેતા સુનિલ કમલાસન જે બલેશ્વર ખાતેના નેશના હાઈવે નંબર-48 પર આવેલ રિલીફ હોટલની કમ્પાઉન્ડમાં પંચરની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેઓ બુધવારે રોજ મોડી રાત્રીએ તેમની બાઈક નંબર જીજે/21/બીકે/7752 લઇ પલસાણાથી બારડોલી તરફ જતા હતા.
તે સમયે પલસાણાથી બારડોલી જતા હાઇવે પર પોલીસ મથકની સામેના બ્રીજ પરથી પસાર થતા હતા ત્યારે એક ટ્રેલર નંબર આરજે/06/ગીબી/8651ના ચાલકે પોતાનુ ટ્રેલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ સંતોષકુમારે પલસાણા પોલીસ મથકમાં ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application