ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી બિલ્ડીંગમાં ગતરોજ બપોરના સમય બિલ્ડીંગ નીચે રમતી બાળકી પર જર્જરિત બિલ્ડીંગના સ્લેબનો ભાગ પડતા ગંભીર ઈજા થતા મોત બાળકીનું મોત નીપજ્યું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ, ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી બિલ્ડીંગમાં રહેતા ફારુખભાઈ શેખની 10 વર્ષીય પુત્રી ગુલફશા ગતરોજ બપોરના સમયે બિલ્ડીંગની નીચે અન્ય ચારથી પાંચ જેટલા બાળકો સાથે રમતી હતી તે સમય દરમિયાન વરસાદ આવી જતા બાળકો પોતાના ઘરોમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે ગુલફશા સાયકલ લઈને ઘર તરફ આવતી હતી તે સમયે અચાનક બિલ્ડિંગનો સ્લેબનો પોપડો તૂટીને નીચે પડતા બાળકીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. આ અંગે આજુબાજુના લોકો અને માતા-પિતા સહીત વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા હતા. બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યા સારવાર દરમિયાન આજે વહેલી સવારે બાળકીનું કરૂણ મોત થઇ જતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application