પલસાણા તાલુકાના ચલથાણ ગામે લગ્નમાં હાજરી આપી પરત ગામ જતા સમયે રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે એક દંપતિનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદુરબાર જીલ્લાના અક્કલકુવાના માંડવીઆબા સિંગડે ગામે રહેતા રુસ્તમભાઈ રામભાઈ પાડવી (ઉ.વ.75) તેમજ તેમના પત્ની નિમુનતાબાઇ અને બીજા સગાસંબંધીઓ સાથે સુરત જીલ્લાના ચલથાણ ગામમાં હળપતિવાસ ખાતે રહેતા સેગાભાઈની છોકરીના લગ્નમાં પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ લગ્ન પૂર્ણ કરી પોતાના ગામ પરત જવા માટે ચલથાણ સ્ટેશન આવવા નીકળ્યા હતા.
ત્યારે ફાટક ક્રોસ કરતી વખતે હાવડા તરફ જતી ટ્રેનની અડફેટે આ દંપતી આવી જતા પતિ-પત્નીનું એક સાથે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ચલથાણ હળપતિવાસમાં થતા લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસે ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500