સુરતના કોસંબા પોલીસે બાતમીના આધારે સિયાલજ ગામે હાઇવે પરની એક હોટલના કમ્પાઉમાં ઉભેલી ટ્રકમાં માંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 218 પેટી દારૂ કિંમત 10,99,200/- તેમજ ટ્રકની કિંમત 10 લાખ અને 80 નંગ મીઠાની ગુણ કિંમત 8 હજાર મળી 21,07,900/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની અટકાયત કરી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસે પી.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી આધારે, કોસંબા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર અમદાવાદથી મુંબઈ તરફની બાજુએ આવેલ જનપથ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રક નંબર જીજે/15/એવી/2556માં તપાસ કરતા ટ્રક માંથી મીઠાની ગુણની આડમાં સંતાડેલી જુદી-જુદી બ્રાન્ડની 218 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રકના ડ્રાઇવર સુજીતસિંગ શ્રી રામલખનસિંગ (રહે વાપી) અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ દમણથી જાવેદ અફશેકનામના ઇસમે ભરી આપ્યો હતો અને અંકલેશ્વર ખાતે એક ઈસમ આ દારૂ લેવા આવનાર છે જે આધારે પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા કરી 218 પેટી વિદેશી દારૂ કિંમત 10,99,200/- તેમજ ટ્રકની કિંમત 10 લાખ અને 80 નંગ મીઠાની ગુણ કિંમત 8 હજાર મળી કુલ રૂપિયા 21,07,900/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500