સુરતના મગોબ વિસ્તારમાં આવેલ વેજીટેબલ માર્કેટ અને મલ્ટીલેવલ પાર્કિંગના લોકાર્પણ કર્યા પછી પણ એક મહિનો થવા આવ્યો હોવા છતાયે લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મુકવામાં ન આવતા આજરોજ કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ગેટના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી કોગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 6ઠ્ઠી જુલાઇના રોજ મગોબ વિસ્તારમાં આવેલ વેજીટેબલ માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદઘાટન કરવાને એક મહિના જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ લોકો માટે તૈયાર કરાયેલા વેજીટેબલ માર્કેટનો ઉપયોગ ન થતા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તાત્કાલિક અસરથી વેજીટેબલ માર્કેટ શરૂ કરવામાં આવે. પરંતુ તેમને લેખિતમાં કરેલી રજૂઆત નો કોઇ ઉકેલ ન આવતા આખરે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ વેજીટેબલ માર્કેટના ગેટનું તાળુ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application