Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધૂપ, છાંવ અને બફારા સાથે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા

  • July 03, 2021 

સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ધૂપ, છાંવ સાથે બફારો યથાવત છે અને વરસાદ ખેંચાતાં ચિંતાના વાદળો છવાયા છે ચોમાસાના પ્રારંભે ધમાકેદાર વરસાદ વરસ્યા બાદ લોકોએ જે વિસ્તારોમાં વાવણી કરી છે ત્યાં વરસાદ ન વરસે તો પાક નિષ્ફળ જવાની સંભાવના છે અને  સૌ કોઈ સાર્વત્રિક વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

 

 

 

 

રાજ્યમાં વરસાદ ખેંચાતા હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૦ થી ૧૫ દિવસ વરસાદ વરસવાની શક્યતા નહિવત છે અને ત્યારબાદ ફરી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં એક સપ્તાહથી વરસાદ ગાયબ થઈ ગયો છે. જેમાં તાપી જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતાં સામાન્ય વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે .

 

 

 

 

હવામાન વિભાગના સૂત્રો મુજબ, હાલ બ્રેક મોન્સૂન સિસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદ લાવવા માટે જે પવન ઉપયોગી સાબિત થતો હોય તે વરસાદ લાવવામાં અવરોધ ઊભો કરી રહ્યો છે. હાલ આ સિસ્ટમ સક્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, પવનની ગતિ વધુ હોવાના કારણે જે વાદળો બંધાવા જોઈએ તે બંધાતા નથી બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો ત્યારે ખેડૂતોને ચોમાસુ સોળ આની જવાની આશા બંધાઈ હતી. આ આશા હવે ઠગારી નીવડવાની સાથે  એકાએક વરસાદ ગાયબ થઇ ગયો છે અને ફરી એકવાર ગરમી, ઉકરાટ અને બફારો જોવા મળી રહ્યો છે એના કારણે લોકો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે વરસાદ નહીં થાય તો ખેડૂતોને મોંઘા ભાવના બિયારણો લઈને બીજીવાર વાવણી કરવાની નોબત આવશે અને હાલ  દક્ષિણ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે વાવણી પર વરસાદ જોઈએ પણ મેઘરાજા મહેર કરતા નથી અને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application