ઈન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સલન સીલેકશન (આઈબીપીએસ) દ્વારા બેન્કિંગની લેવામાં આવતી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કર્યા બાદ યુકો બેન્કમાં નોકરી મેળવનાર રાજસ્થાનના ઉમેદવાર અને તેને મદદ કરનાર યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, પાલનપુર કેનાલ રોડ મથુરાનગરીની સામે નક્ષત્ર પ્લેટીનીયમમાં રહેતા મૂળ ઝારખંડના રાંચીની વતની અને યુકો બેન્કની સચીન શાખામાં સીનીયર મેનેજર તરીકે નોકરી કરતા આશીષ અનિલકુમાર નાથ (ઉ.વ.૪૦) એ ગતરોજ મનોજકુમાર રામસહાય મીના (રહે.મીના બસ્તી,અંકિતા, સપોતરા,કરૌલી,રાજસ્થાન) અને રુકમકેસ મીના (રહે.ભવરપુરા,સપોતરા,કરૌલી,રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આશીષે જણાવ્યું હતું કે, ઈન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સલન સિલેકશન (આઈબીપીએસ) દ્વારા બેન્કિંગના જુદા-જુદા હોદ્દાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મનોજકુમારે પરીક્ષા પાસ કરી ગત તા.૨૬ જુલાઈના રોજ યુકો બેન્કની કલક્તાની મેઈન બ્રાન્ચમાંથી ઈસ્યુ થયેલ એપોઈમેન્ટ લેટર લઈ અડાજણ સ્ટાર બજાર પાસે આવેલ યુકો બેન્કના ઝોનલ ઓફિસ પર ફરજ પર હાજર થવા આવ્યો હતો.
બેન્કના નિયમ મુજબ નવા કર્મચારીઓની બાયોમેટ્રીક પધ્ધતી કાર્યવાહી કરી તેને સચીનની શાખામાં જઈ ઓનલાઈન ટ્રેનીંગ ત્રણ અઠવાડિયાની લેવાની રહેશે હોવાનુ કહેતા મનોજકુમારે તેના પિતાની તબીયત ખરાબ હોય અને તેઓ હોસ્પિટલાઈઝ હોય જેતે સમયે હાજર નહી થઈ બે દિવસ પછી હાજર થતા તેને ઓનલાઈન ટ્રેનીંગ લેવા અમદાવાદ યુકો ભવન ટ્રેનીંગ સેન્ટરમાં મોકલ્યો હતો. ટ્રેનીંગ પુરી થયા બાદ ટ્રેનીંગના પ્રિન્સીપાલ અનુપમાબેન શ્રીવાસ્તવે ઉમેદવાર મનોજકુમારની ટ્રેનીગ દરમીયા વર્તણુક શંકાસ્પદ લાગે છે તે યોગ્ય તપાસ કર જણાવ્યું હતું. જેથી તપાસ કરતા મનોજકુમારે આઈબીપીએસની પરીક્ષામાં હાજર મનોજકુમાર અને નોકરી પર હાજર થવા આવેલ મનોજકુમાર બંને વ્યકિત અલગ-અલગ હોવાનુ બહાર આવ્યુ હતું.
જેથી મનોજકુમારને પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે પરીક્ષા પાસ કરી શકે તેમ ન હોવાથી તેના તેના મિત્ર રુકમકેસ મીના (રહે.ભવરપુરા,સપોતરા,કરૌલ,રાજસ્થાન)ને વાત કરતા તેને કીધું હતું કે, તું ચિંતા ન કર જયારે પણ પરીક્ષા આપવાની આવશે તે વખતે તારી જગ્યાએ બીજા માણસ બેસાડી પરીક્ષા અપાવી દઈશે અને તે મુજબ ડોક્યુમેન્ટમાં અને ફોટામાં ચોટાડી મનોજકુમારની જગ્યાએ તેના નામથી ત્રાહિત વ્યકિતને બેસાડી પાસ કરી નોકરી બેન્કમાં નોકરી મેળવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આશીષ નાથની ફરિયાદ લઈ મનોજકુમાર મીના અને રુકમનકેસ મીના સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500