સુરતના બમરોલીની ઉમીયા રેસીડનસી નજીક વહેલી સવારે વેક્સિન લેવા માટે જતા ત્રણ મિત્રો પૈકી બેને ઘેરી ચપ્પુના ઉપરા છાપરી ગામ મારી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવતા સ્થાનિક પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી ફિલ્મી સ્ટાઇલમાં બાઇક સવાર છ લૂંટારુઓએ સંચા ખાતાના કારીગરોને દોડાવી દોડાવીને ઘા ઝીંક્યા હોવાનું મિત્ર રૂપે ને જણાવ્યું હતું ઈજાગ્રસ્ત બંને મિત્રોને ૧૦૮ની મદદથી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લવાયા હતા જે પૈકી પ્રભાકરને દાખલ કરવામાં આવ્યો હતો ત્રણેય મિત્રો વહેલી સવારે વેક્સિન લેવા માટે નજીકના સેન્ટર ઉપર જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની હતી.
બનાવ અંગે ઇજાગ્રસ્ત પ્રભાકરના મિત્રે જણાવ્યું હતું કે, તેઓ કાપડ વણાટ ખાતામાં કામ કરે છે અને ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે અને આજે વહેલી સવારે કારખાનાથી નજીક આવેલા આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સિન લેવા માટે ટોકન માટે નીકળ્યા હતા ત્યારે અચાનક ૩ જેટલી બાઇક ઉપર આવેલા અજાણ્યા છ ઈસમોએ કઈ પણ સમજે તે પહેલા તેમના ઉપર હુમલો કરી દીધો હતો પ્રભાકર અને લલિત બંને લૂંટારૂઓના હાથે ચડી જતા તેમને ઘેરી લેવાયા હતા અને મોબાઈલ તેમજ રૂપિયા ૩૨૫૦ની રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી લૂંટ ચલાવ્યા બાદ બંને મિત્રોને રોડ ઉપર દોડાવ્યા હતા ત્યારબાદ ચપ્પુના ઉપરાછાપરી ઘા માર્યા હતા જેમા પ્રભાકરને બંને પગની જાંઘ પર અને લલિતને એક પગની જાંઘ પર ઘા મારી લૂંટારૂઓ ત્યાંથી ભાગી છૂટયા હતા ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર પડેલા બંને મિત્રોને તાબડતોબ 108ની મદદથી સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ લવાતા પ્રભાકરને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પ્રભાકરના પોલીસે નિવેદનો લઇ ને આગળની વધુ તપાસનો દોર શરૂ કર્યો છે જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત લલિત અને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે હાલ તો પાંડેસરા પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application