સુરત જિલ્લાના બારડોલી નગર અને તાલુકામાં પણ વોક ઇન વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના બાબેન ગામે શરૂ થયેલ વેકસીનેસન કેન્દ્રના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયા ઝડપી બને અને વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ કરાઈ હતી.
બારડોલી શહેર અને તાલુકા સહિત કુલ 22 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. આજે યોગ દિવસની સાથે શરૂ થયેલ વોકઇન વેકસીનેસન અભિયાનમાં બારડોલીનું તંત્ર કામે લાગ્યું છે. બારડોલી નગર અને તાલુકામાં 45 વર્ષથી વધુ ઉંમરના 61 હજારથી વધુ વ્યક્તિઓનો ટાર્ગેટ મુકાયો છે.
ત્યારે અત્યાર સુધીમાં 29 હજારથી વધુનું રસીકરણ કરી દેવાયુ છે. જ્યારે બાબેન ગામે 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં 100 ટકા કામગીરી કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વોક-ઇન વેકસીનેસન અભિયાન હવે નગર અને તાલુકામાં 21 થી 30 તારીખ સુધી ચાલુ રહેનાર છે અને જેમાં 18 થી 45 વર્ષની અંદરના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500