Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે દિનેશસિંહની વરણી

  • June 21, 2021 

માંડવી તાલુકા ભાજપ દ્વારા વિવિધ મોરચાની વરણી કરવામાં આવી હતી. જેમાં કિસાન મોરચામાં માંડવી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે રાજપૂત સમાજના અગ્રણી અને તરસાડા ગામના દીનેશસિંહ મહિડાની વરણી કરવામાં આવી હતી.

 

 

 

 

ભારતીય જનતા પક્ષમાં વર્ષોથી નિષ્ઠા સાથે દિનેશસીહ મહિડા જોડાયેલા હતા. અગાઉ સને 2010થી 2013 સુધી માંડવી તાલુકા સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવી હતી. તેમજ સને 2013થી 2015 સુધી સુરત જિલ્લા ભાજપના કારોબારી સભ્ય પણ રહ્યા હતા. ત્યારે હવે દિનેશસિંહ મહિડાની માંડવી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application