સુરત શહેરમાં વરસાદી વાતાવરણ છવાયેલુ છે પેટના રોગોના પ્રમાણમાં વધારો થયો છે. બીજી તરફ શ્રાવણ માસના તહેવારોનો પ્રારંભ થતા રાજયના ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા અપાયેલા આદેશને પગલે મનપાના ફૂડ વિભાગે ચોપાટી જ્યુશ ફુડ, સાઈ ફાસ્ટ ફુડ, અગ્રવાલ આહાર, બાલાજી ફાસ્ટફુડ, ગેલેક્ષી ભેલ હાઉસ, મહાલક્ષ્મી ફૂડ, પાણી પુરીની લારીઅઓ ફેરિયાઓ અને દુકાનોમાં સધન ઝુંબેશ હાથ ધરી 26 જેટલા સેમ્પલો લઈને વડોદરા લેબમાં મોકલી આપ્યા છે.
સુરત મહાનગરપાલિકાના ફૂંડ વિભાગ દ્વારા વર્તમાન રોગચાળાની ઋતુમાં પાણી પુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ માટે ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી અને 349 લારીઓ ચેક કરીને 26 જેટલા સેમ્પલો લઈ ફુડ લેબેરોટરી વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 77 કિલો બિન-આરોગ્યપ્રદ અને અખાધ પ્રદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા અખાધ પ્રદાર્થોમાં સિન્થેટીક કલર, બરફ, ટોમેટો સોસ, ચટણી, જલેબી અને ચીપ્સનો સમાવેશ થાય છે.
પાલિકા દ્વારા ખોરાક અને ઔષધ નિયમંન તંત્રની સુચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનિક બેકટેરીયા છે કે નહી તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશયલ ડ્રાઈવ અંતર્ગત પાણીપુરીના 349 કુલ નામુના લઈ કોલ્ડ કોઈન જળવાઈ રહે તચે રીતે ફુડ લેબોરેટરીમાં વડોદરા ખાતે મોકલાવ્યા છે અત્રે નોધનીય છે કે, સુરતમાં આશરે ચાર હજારથી પણ વધુ ફેરિયાઓ પાણીપુરી, ચટણી પુરી અને ફાસ્ટફુડનો ધંધો કરે છે. આવી લારીઓ પર પાણીપુરી, પાણીપુરી માટેનું પાણી, ચટણી માવો સહિતના અન્ય કાચા માલની ગુણવત્તા સકાસણી માટે આદેશ અપાયો છે આ આદેશ વર્ષાઋતુને લઈને આપવામાં આવ્યો છે જે અનુસંધાને સુરત શહેરમાં ખોરાક નિયમન તંત્ર દ્વારા પગલ ભરવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં છુટોદોર અપાયો હોય તેમ પુરતી કાર્યવાહી ન થતા લોકોમાં કચવાટ પણ જાવા મળી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500