કોલેજોમાં વિદ્યાર્થીઓએ રસી મુકાવ્યા પછી જ પરીક્ષામાં બેસવાનું હોવાથી નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી ૧૯મી જુલાઇથી શરૃ થનારી પરીક્ષામાં ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ બેસવાના હોવાથી રસીને લઇને કોલેજોની પરીક્ષા થશે.
રાજય સરકારે કોલેજોના છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓફલાઇન લેવાની જાહેરાત કર્યા બાદ અને સાથે જ વિદ્યાર્થીઓએ રસી મુકાવ્યા પછી જ પરીક્ષા આપવાની હોવાથી આ એક નવી કસરત યુનિવર્સિટી અને કોલેજના માથે આવશે. નર્મદ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ તથા પી.જીના વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓએ રસી મુકાવી પણ દીધી હશે. તો ઘણા વિદ્યાર્થીઓના એક ડોઝ મુકાવ્યો હતો. જે વિદ્યાર્થીઓએ એક પણ રસી મુકાવી નથી. તેમના માટે કોલેજે કવાયત કરવી પડશે.
હાલમાં શહેરમાં રસીની ભારે અછત છે. પુરતો સ્ટોક આવી રહ્યો નથી. ત્યારે આ વિદ્યાર્થીઓની રસી 19મી જુલાઇ પહેલા મુકાવવાની હોવાથી આગામી દિવસોમાં કોલેજો દ્વારા કે યુનિવર્સિટી દ્વારા હેલ્થ સેન્ટરો પર કે પાલિકાના સેન્ટરો પર વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવી પડે તેમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500