Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપ શાસનની નિષ્ફળતા અંગે કોંગ્રેસના એક સપ્તાહ રચનાત્મક કાર્યક્રમની ઉજવણી

  • December 31, 2021 

સુરત શહેરમાં અંદાજીત ૩૫ વર્ષના શાસનમાં પ્રજાના કરના પૈસે સસ્તી પ્રસિદ્ધિ માટે ઉત્સવોની ઉજવણી કરનાર ભાજપના શાસનમાં મળેલી સદંતર નિષ્ફળતા સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ રચનાત્મક કાર્યક્રમો આપવાનો એક નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ નૈષેધ દેસાઈ. માજી કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા સહિતનાએ વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ નિષેધ દેસાઈ અને પૂર્વ કાઉન્સિલર દિનેશ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં બેરોજગારીનો મુદ્દો મુખ્ય છે. સ્કૂલો અને કોલેજોમાં પ્રાઇવેટી કરણ થઈ રહ્યું છે. શિક્ષણ અને સરકારી વિભાગોમાં ખાનગીકરણ, નવી શિક્ષણની નીતિ, વિવિધ સરકારી નોકરીઓની ભરતીમાં થઈ રહેલા ગોટાળાઓ, જવાબદારોને લાલ જાજમ બિછાવી છાવરવા, વધતી જતી બેરોજગારી અને ફેલોશિપ સ્કોલરશીપમાં ઘટાડાના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદનના આદેશ મુજબ" શિક્ષણ બચાવો દેશ બચાવો" આંદોલનનો આક્રમક રીતે પ્રારંભ પણ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવશે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના નિષ્ફળ શાસનની સામે રચનાત્મક કાર્યક્રમો આપીને એક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.આવતી કાલે સન-૨૦૨૨ના પ્રારંભના પ્રથમ દિવસથી જ એક સપ્તાહ રોજ સાંજના બપોર બાદ કાર્યક્રમ કરવામાં આવશે પ્રથમ દિવસે એટલે કે આવતી કાલે તા.૧લી જાન્યુઆરીના રોજ સાંજે ૬ કલાકે હનુમાન મંદિર સત્ય નગર સોસાયટી ઉધના ભજન સંધ્યા અને હનુમાન ચાલીસા પાઠ તેમજ મહા પ્રસાદ ખિચડી. તા.૨જી નારોજ પુણા સીતાનગર ચોક, બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અંજની સોસાયટીમાં ખાડી મહોત્સવ અંતર્ગત રામ ધુન, તા.૩જી નારોજ ઉન ગામ હળપતિવાસ ખાતે સાંજે ૪ વાગ્યે, દલિત અને હળપતિવાસમાં ફુડ પેકેટ, ધાબળા વિતરણ અને ભોજન. તા.૪થી નારોજ પૂણા હસ્તિનાપુર સોસાયટીની વાડી ખાડી પાસે. તા.૫મી નારોજ સાંજે છ વાગ્યે બમરોલી રોડ વિનાયક નગર બ્રિજ પાસે પાંડેસરા જગન્નાથ મંદિર ખાતે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે. તા. ૬ નારોજ સાંજના ૪ વાગે શ્યામધામ ચોક, સીમાડા પુણા રોડ, સંગના સોસાયટી ખાતે આ શહેરને સ્વચ્છ રાખવામાં જેઓનો ખુબ જ મહત્વનો રોલ છે એવા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે તેમજ અંતિમ દિવસે તા.૭મી નારોજ સાંજે ૫ કલાકે લેપ્રોક્ષી રક્તપિત્ત હોસ્પિટલ એ.કે.રોડ સુરત ખાતે દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ભાજપની નિષ્ફળતાની સામે આક્રમક રીતે રચનાત્મક કાર્યક્રમ આપીને વિરોધ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં એડવોકેટ અને શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકા,  દિનેશ સાવલિયા તથા બહોળી સંખ્યામાં એન એસ યુ.ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application