સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા કડોદ બારડોલી વાયા ધામડોદ નાકાથી બસ શરૂ કરવા માટેની રજૂઆત કર્યા બાદ આજરોજ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. કડોદથી સવારે 7 વાગ્યે ઉપડેલી બસ બારડોલી RTO સર્કલ પાસે આવી પહોંચતા ત્યાં સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
બારડોલીના સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા શુક્રવારના રોજ બારડોલી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં બારડોલી માંથી પસાર થતાં કડોદ રોડ પરથી બસ સેવાનો નવો રુટ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં નોરીયાત વર્ગની વસ્તી વધુ હોય અને તેઓ અવરજવર માટે બસનો ઉપયોગ કરતાં હોય છે. લિનિયર બસ સ્ટેન્ડ સુધી જવા માટે વધુ પ્રમાણમાં રિક્ષા ભાડું ખર્ચ કરવું પડતું હોય છે.
લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈ બારડોલી ડેપો દ્વારા આ રુટ પરથી બસ શરૂ કરવામાં આવી છે. જેને સ્વામી વિવેકાનંદ યુવક સંઘના યુવાનો નગરપાલિકાના નવા નિમાયેલા ચૂંટાયેલા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સરલાબેન રાઠોડ તેમજ કિસાન મોરચાના પ્રમુખ મિનેશભાઇ પટેલ, માલધારી સમાજ, ઉત્તર ભારતીય સમાજ , ખેડૂત આગેવાન વગેરેએ હાજર રહી બસ તેમજ ચાલક અને કંડક્ટરને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક સંઘના પ્રમુખ રાજુભાઈ વાઘે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500