સુરતનાં બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઊભેલી ટ્રકની પાછળ બોલેરો પીકઅપ અથડાતાં ચાલક સહિત બે જણાને ઇજા પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાનાં ચાંદશે ગામે રહેતો સાગર અનિલ પાટિલ (ઉ.વ.23) જે શાકભાજીના ફેરા મારતી બોલેરો પીકઅપ પર ક્લીનર તરીકે નોકરી કરે છે.પરંતુ ગત તા.14મીના રોજ સાગર તેના માલિક સુદર્શનની બોલેરો પિકઅપ લઈ ડ્રાઇવર તાનાજી વસંત કોલી સાથે શાકભાજી લઈને સુરત જવા નીકળ્યો હતો. સુરતના સરદાર માર્કેટમાં શાકભાજી વેચી ગત તા.15મીના રોજ પરત શિરપુર જવા નીકળ્યા હતા. તે સમયે નેશનલ હાઇવે નંબર-53 પરથી પસાર થતી વખતે પાછળથી એક ટેમ્પોએ ઓવરટેક કરતાં બોલેરોના ચાલક તાનાજીએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રોડની સાઇડે ઊભેલી ટ્રકમાં પીકઅપ અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ચાલક અને ક્લીનર બંનેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે પીકઅપના ચાલક તાનાજી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application