સુરત ડિંડોલી ખરવાસા રોડ ઉપર ગતરોજ રાત્રે નવેક વાગ્યે મોપેટ ઉપર ઘરે જતા જવેલર્સ અને તેના કારીગર પાસેથી રૂપિયા ૭૦ હજારના મતાની ચાંદી લૂંટી બાઈકર્સ ગેંગ ફરાર થઈ ગઈ હતી. જવેલર્સ પૂછો કરતા લૂંટારૂઓએ તેમને એકટીવાને ધક્કો મારી નીચે પાડી દેતા જવેલર્સને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડીંડોલી મઘુરમ સર્કલ પાસે શ્યામ રેસીડેન્સીમાં રહેતા ડાહ્યભાઈ મોહનભાઈ બ્રામ્હણ (ઉ.વ.૨૮) લિંબાયત મારૂતીનગર મેઈન રોડ માર્કેન્ડ્રય મંદિર પાસે વી.કે.ચોક્સી જવેલર્સના નામે દુકાન ધરાવે છે. ડાહ્યભાઈ ગતરોજ બપોરે ભાગળ ખાતે આવેલ એસ.કે.સીલ્વર નામની હોલસેલની દુકાનમાંથી રૂપિયા ૭૦ હજારની કીંમતનું ૧૨૫૯ ગ્રામ ચાંદી લાવ્યા હતા અને રાત્રે નવેક વાગ્યે બેગમાં મુકી કારીગર સાથે એકટીવા મોપેટ લઈ ઘરે જવા માટે નિકળ્યા હતા. ડાહ્યભાઈ મોપેટ ચલાવતા હતા અને કારીગર મુકેશ પ્રજાપતિ બેગ લઈને પાછળ બેઠા હતા. દરમિયાન ડિંડોલી ખરવાસા રોડ હર્ષ બંગ્લોઝ પાસે પહોંચતા પાછળથી બાઈક ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ મુકેશના પીઠ પાછળ લટકાવેલ ચાંદી મુકેલ બેગ ખેંચી નાસી ગયા હતા. ડાહ્યભાઈએ લૂંટારૂઓનો પીછો કરતા એકટીવાને ધક્કો મારી નીચે પાડી ફરાર થઈ ગયા હતા. ડાહ્યભાઈને પગલમાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ડાહ્યાભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application