નવસારીથી લગ્ન પ્રસંગના ઓર્ડર માંથી પરત ફરતી વખતે લિંબાયતના મહાપ્રભુ નગર પાસે રાત્રે એક ટેમ્પો કેટર્સનો સામાન પર બેસેલા 2 યુવક મજૂરોને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેમાં 1નું મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને હાલમાં પાંડેસરામાં આશાપુરી ખાતે ગોવાલક નગર નજીક હીરા દર્શન સોસાયટીમાં રહેતા સલીમમુશરફ અબ્દુલહક ખાન (ઉ.વ.52) જે તેના 27 વર્ષીય પુત્ર મોહમંદ જુમન અને બીજો પુત્ર મોહમંદ શેરુ (ઉ. વ.21) સહિત અન્ય મજુરો સાથે ગત તા.9મીએ નવસારીના મરોલી રોડ પર લગ્ન પ્રસંગના ઓર્ડરમાં ગયા હતા. જોકે લગ્ન પ્રસંગ પુરો થતા તેઓ રવિવારે રાત્રે ટેમ્પોમાં કેટરર્સનો સામાન મૂક્યો હતો અને ટેમ્પામાં અને સામાન ઉપર 8 થી 10 વ્યક્તિઓ બેસીને લિંબાયતમાં મયુરનગર ખાતેના કેટરર્સનો ગોડાઉનમાં આવવા નીકળ્યા હતા.તે વખતે ગોડાઉનની આગળની ગલીમાં વીજલાઈન વાયર કેટરર્સના સામાન ઉપર બેસેલો મોહમંદ જુમનને માથાના ભાગે અડી જતા કરંટ લાગતા નીચે પટકાયો હતો. જોકે જુમનની સાથે સુરેશ માળી નામના મજુરને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી જેથી મોહમદ જુમનને તુરંત 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સલીમમુશરફે જણાવ્યું હતું કે, ટેમ્પા ચાલકને ઉભા રહેવા માટે કહ્યું હતું છતાં તે ઊભો રહ્યો ન હતો. લોકોની ભીડનો લાભ ઉઠાવી ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. મોહમદ જુમન મજુરી કામ કરતો હતો તેના પિતા અને ભાઈ છૂટક મજૂરી કામ કરે છે. બનાવ અંગે લિંબાયત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application