બારડોલી એ.આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન શરૂ કરવામાં આવેલ છે. મોટરસાઇકલ અને કાર માટે સીરિઝમાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી શરૂ કરવામાં આવેલ છે. તો ઈચ્છા ધરાવનાર નવા વાહન માલિકો તેમના નવા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે જે માટેની સૂચનાઓ નીચે મુજન જણાવવામાં આવી છે. તા-21-07-2021 થી તા-23-07-2021 રી-ઓક્શન માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે, તા-24-07-2021 થી તા-26-07-2021 ના રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા નંબર માટેનું BIDDING ઓપન થશે, તા-27-07-2021 ના રોજ રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા અને BIDDING કર્યા બાદ ઇ-ફોર્મ કચેરીમાં જમા કરવાના રહેશે, અરજદારો ઇ-ફોર્મ C.N.A ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application