સુરતનાં રિંગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા 2 વેપારીઓને બેંગ્લોરના ઠગબાજ વેપારીએ છેતરી લેતા ભોગ બનનાર વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેંગ્લોરના વેપારીએ 2018માં માત્ર 4 મહિનાના સમયગાળા દરમિયાન કુલ 23 લાખનો કાપડનો માલ મંગાવી લીધો હતો. જોકે બાદમાં પૈસા નહીં આપી ગલ્લાંતલ્લાં કર્યા હતા. વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા ચીકુવાડી પાસે નવા કોમ્પ્લેક્ષમાં રહેતા 41 વર્ષીય વિજયકુમાર બંકટલાલ ટેલર રિંગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટમાં વીતરાગ પ્રિન્ટ્સ નામની દુકાન ધરાવે છે. 2018માં તેઓ મોહમદ ઇરફાન શેખ (કયારા હાઉસ ઓફ ફેશન તથા રાયન રિટેલર), (63-64 લોઅર ગ્રાઉન્ડ ફલોર કોમર્શિયલ સ્ટ્રીટ મેક ડોનલ્ડસની સામે, બેગ્લોર), (દુકાન નંબર-14 પહેલો માળ જવેલર સ્ટ્રીટ બેંગ્લોર), (રહે.ઘર નંબર-559 ગ્રાઉન્ડ ફલોર એફ-બ્લોક 20 મેઇન સહકાર નગર બેગ્લોર કર્ણાટક)ના સંપર્કમાં આવ્યા હતા.
ત્યારબાદ તેઓએ તા.02/02/2018 થી 25/06/2018 સુધીના સમયગાળા દરમિયાન વિજયકુમારની ફર્મમાંથી અલગ-અલગ બીલ ચલણથી રૂપિયા 4,29,242/-નો લેહંગાનો માલ ખરીદી કર્યો હતો. આ માલના પૈસા માત્ર એક જ મહિનામાં ચૂકવી દેવનાઓ વાયદો પણ આપ્યો હતો. આ ઉપરાંત ઠગબાજ મોહમ્મદ ઇરફાન શેખે વિજયભાઇ સાથે વિશ્વાસ કેળવી તેમના ઓળખિતી વેપારી પાર્ટીઓએ રાઘાણી ટ્રેડલીંકપ્રા.લી. મારફતે અલગ-અલગ તારીખે અલગ-અલગ બીલ ચલણથી રૂપિયા 18,79,162/-નો પણ મંગાવી લીધો હતો. આમ કુલ રૂપિયાનો 23,08,404/- લેહંગાનો માલ મંગાવી પૈસા નહીં આપી ગલ્લાંતલ્લાં કર્યા હતા. જેથી આખરે બાદમાં વિજયકુમારે પૈસાની ઉઘારણાઇ કરતા પૈસા નહીં આપી હાથ ટાટીયા તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમ્મદ ઇરફાન શેખ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500