સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદની સાથે પૂરઝડપે પવન ફુંકાતા હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને ડુમસ, સુંવાલી બીચ સહિત દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર અવર જવર કરવા માટે 1 ઓકટોબર સુધી પ્રતિબંધ મુકી દેવાયો છે. ગુલાબ વાવાઝોડાની અસર આજે સુરત શહેરમાં જોવા મળી હતી અને દક્ષિણ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ઝડપ પ્રતિ કલાક 50 થી 60 કિ.મીની ઝડપ થઇ શકે તેમ હોવાથી સુરત શહેર અને જિલ્લાના દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર તા.1લી ઓકટોબર સુધી અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે જયારે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા સુચના આપવામાં આવી છે. તેમજ સમુદ્રમાં જેટલી પણ બોટો હોય તે તાત્કાલિક પરત લાવવા પણ તાકીદ કરાઇ છે અને મત્સ્યોદ્યોગ કચેરીને ટોકન નહીં ઇસ્યુ કરવા પણ તાકીદ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application