Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભેસ્તાન ગામ તળ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ડહોળા પાણીની સમસ્યા

  • August 23, 2021 

સુરત મહાનગરપાલિકાના ડીંડોલી જળ વિતરણ મથકમાંથી ભેસ્તાન વિસ્તારમાં વિતરણ કરવામાં આવતા પીવાના પાણીનો જથ્થો ડહોળો આવતો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામતા મનપાનું હાઇડ્રોલિક વિભાગ તેમજ પાણી વિભાગનું તંત્ર પાણીનું લીકેજ શોધવા માટે દોડતું થઇ જવા પામ્યું છે.

 

 

 

 

અત્રે નોંધનીય છે કે ભર ચોમાસે  વાઇરલ ઇન્ફેક્શન તેમજ પાણીજન્ય રોગોના ઉપાડા વચ્ચે ડહોળું પાણી આવવાની સમસ્યામાં વધારો થતાં સ્થાનિક ભેસ્તાન ગામતળ તેમજ તેની આજુબાજુની સંલગ્ન સોસાયટીઓના સેંકડો લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. આ મામલે શહેરના મેયર. ડેપ્યુટી મેયર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ઉધના ધારાસભ્ય વિવેક પટેલ સહિતનાને સ્થાનિક લોકોએ અવગત કરતાં મનપાનું તંત્ર દોડતું થઇ જવા પામ્યું છે.

 

 

 

 

વધુ વિગતો મુજબ, ઉધના ઝોનમાં સમાવિષ્ઠ ભેસ્તાન ગામ તળ સરસ્વતી મહોલ્લો, વંદના સોસાયટી વિભાગ-૧-૨, વૃંદાવન, શંખેશ્વર સોસાયટી, ગણેશ પાર્ક, જાનકી પાર્ક, સત્યનારાયણ સોસાયટી સહિતની અનેક સોસાયટીઓમાં મનપા દ્વારા સ્થાનિક લોકોને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ડીંડોલી જળવિતરણ મથકમાંથી કરવામાં આવે છે. પીવાના પાણીનો સપ્લાય મનપા દ્વારા વહેલી સવારનો હોય છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ડહોળું આવવાની સમસ્યા ઊભી થઈ હતી. જોકે, ગઈ કાલે રક્ષાબંધન અને રવિવાર મનપાની કચેરીનું કામકાજ બંધ હોય આજે સવારે પણ પીવાનું પાણી ડહોળું અને ખુબ જ ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો આવતા સેકડો લોકો માટે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ હતી.

 

 

 

 

સ્થાનિક વિસ્તારના માજી કોર્પોરેટર કિશોર વાઘેલા સહિતના જાગૃત નાગરિકો દ્વારા શહેરના મેયર હેમાલી બેન બોઘા વાલા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ,  ઉધના વિધાનસભા ધારાસભ્ય વિવેકભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોને સર્જાયેલી સમસ્યાથી અવગત કરતા મનપાનું હાઇડ્રોલિક તેમજ પાણી વિભાગના તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ લીકેજ શોધવા માટે દોડતા થઇ ગયા હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

વધુમાં સૂત્રો મુજબ હાઇડ્રોલિક અને પાણી વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં મનપાના કર્મચારીઓની વિવિધ ટીમો દ્વારા લીકેજ શોધવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, તંત્રને હજુ સુધી આ મુદ્દે સફળતા મળી હોવાનું જાણવા મળતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની મોસમમાં લોકોની પાચન ક્રિયા મંદ પડતી હોય છે ત્યારે વાયરલ ઇન્ફેક્શન જેવા પાણીજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ સહિતના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ડહોળું પાણી વિતરીત થતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.

 

 

 

 

બીજી તરફ ઉધના ઝોનના ઝોનલ ચીફ ડી.સી.ગાંધીના કહેવા મુજબ અત્યારે તાપી નદીમાં ઉપરવાસમાં વરસાદને લઈને કોઝવેમાં આવતો પાણીનો જથ્થો ડહોળો આવી રહ્યો છે એટલે પાણી ડહોળું આવવાની સમસ્યા ઉભી થઈ હોય શકે છે. આરોગ્યની સલામતીના કારણોસર સ્થાનિક વિસ્તારના લોકોને પીવાના પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application