માંડવી તાલુકા પંચાયતની દઢવાડા બેઠક પર ૩જી અોક્ટોબરના રોજ યોજાયેલ ચુંટણીના આજરોજ પરિણામ જાહેર થતાં જ આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર કોંગ્રેસી સભ્યનું કોરોના મહામારીને પગલે નિધન બાદ પેટા ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રસ્સાકસ્સી જાવા મળી હતી. અલબત્ત, આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશ ચૌધરીનો ભવ્ય વિજય થયો હતો. કમલેશ ચૌધરીના વિજયને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઇ સહિતના મહાનુભાવોએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા.
કોરોના મહામારીને પગલે માંડવી તાલુકા પંચાયતની દઢવાલા-૪ બેઠક પર કોંગ્રેસી સભ્ય અશોક ચૌધરીનું નિધન થવા પામ્યું હતું. કોંગ્રેસના ગઢ સમાન આ બેઠક પર ગત ૩જી ઓક્ટોબરના રોજ યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા કમલેશ ચૌધરીને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા. એક તબક્કે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસ્સાકસી બાદ આજે હાથ ધરવામાં આવેલા મત ગણતરી બાદ પરિણામો એક તરફી જાવા મળ્યા હતા. મત ગણતરી કેન્દ્ર પર પહેલા રાઉન્ડ સાથે જ ભાજપના ઉમેદવારના ભવ્ય વિજયની પ્રબળ સંભાવનાઓને પગલે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. મત ગણતરીને અંતે ભાજપના ઉમેદવાર કમલેશ ચૌધરી ૧૧૧૦ મતોની બહુમતિ સાથે દઢવાળા-૪ બેઠક પર ભગવો લહેરાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સોપો પડી જવા પામ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઇ સહિત સાંસદ પરભુ વસાવા અને સંગઠનના હોદ્દેદારો દ્વારા કમલેશ ચૌધરીના ભવ્ય વિજયને બિરદાવી લેવાની સાથે સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application