સુરતનાં રાંદેર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈ વાય.જી.ગીરનાર, કોન્સ્ટેબલ ઉમેશભાઈ મધુકર અને લોકરક્ષક પુજાબેન શંકરભાઈ રબારી સહિત સ્ટાફના માણસો ગોરાટ રોડ ગુલઝાર ઍપાર્ટમેન્ટ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. તે વખતે પુજાબેન શંકરભાઈ રબારીએ બ્લ્યુ કલરની અલ્ટો ગાડી નંબર જીજે/05/સીઈ/4324ના ચાલકને ગાડી ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો.
પરંતુ ચાલકે ગાડી ઉભી ન રાખી તેની સ્પીડ વધારી પુજાબેનને જાનથી મારી નાંખવાના ઈરાદે ગાડી તેની સામે લાવી ટક્કર મારી નીચે પાડી કચડી નાંખવાની ઈરાદે ગાડી તેના બંને પગ ઉપરથી ચડાવી નાસી ગયો હતો. પુજાબેનના પગ ઉપર ચાલકે ગાડીના આગળ અને પાછળના બંને બાજુના વ્હીલ ચડાવી દેતા તેઓ બે ત્રણ વખત પલ્ટી ખાધી હતી.
બનાવ અંગે એલઆર પુજાબેનની ફરિયાદને આધારે અલ્ટો કાર ચાલક સામે ગુનો દાખલ કરી ગાડી નંબરના આધારે ગાડી ચાલકને ઝડપી પાડવાના કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500