ડિંડોલી ખરવાસા રોડ ખાતે આવેલ શ્યામ રેસીડેન્સીમાં રહેતા આધેડને પતંગ કાપવા મુદ્દે સાત જણાનું ટોળુ લાકડાના ફટકા સાથે ઘસી આવી માથામાં અને હાથના ભાગે ઢોર મારમારી લોહીલુહાણ કરી નાસી ગયા હતા.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ ખરવાસા રોડ રૂકમણી પાર્કની સામે શ્યામ રેસીડેન્સીમાં રહેતા ચેતનભાઈ કાંતીલાલ શર્મા(ઉ.વ.57)ને સાંજે સાડા છ વાગ્યાના આરસામાં પતંગ કાપવા મુદ્દે નજીકમાં આવેલા યમુના સોસાયટીમાં રહેતા નીકુલ પટેલ, મૌલીક પટેલ, મીત પટેલ, ચક્ષુ પટેલ તેમજ ત્રણ અજાણ્યાઓ એ લાકડાના ફટકાથી માથામાં અને હાથના ભાગે ઢોર મારમાર્યો હતો. જેમાં ચેતનભાઈનો હાથ ફેક્ચર થયો હતો.
આ બનાવ અંગે પોલીસે ચેતનભાઈની ફરિયાદ લઈ આરોપીઓ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500