સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ હળપતિવાસમાં ગતરોજ ડિંડોલી પોલીસ લિસ્ટેડ મહિલા બુટલેગરની માહિતી મેળવવા માટે ગઇ હતી. પોલીસ ઇ-કોપ નામની એડ્ઢિમકેશનમાં મહિલા બુટલેગરનો ફોટો અપલોડ કરવાની કામગીરી કરી રહી હતી. આ સમયે મહિલા બુટલેગરનો પતિ તથા તેના બે પુત્રો અને અન્ય એક ઇસમ ત્યાં આવી પોલીસ કર્મચારીનો કોલર પકડી એલફેલ ગાળો આપી હતી. એટલું જ નહિ પોલીસ કર્મચારીને માર માર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પોલીસ કર્મચારીએ ડિંડોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.પો.કો. બ્રીજરાજસિંહ ભરતસિંહ પોલીસની ઇ-કોપ એડ્ઢિમકેશનમાં કામગીરી કરી રહ્યા છે. હાલમાં તેમને લિસ્ટેડ બુટલેગરના ફોટા એડ્ઢિમકેશનમાં અપલોડ માટેનું કામ સોંપવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં ગતરોજ બ્રિજરાજસિંહ ડિંડોલી બાબા હોલ્ખિટલની બાજુમાં આવેલ હળપતિવાસમાં લિસ્ટેડ મહિલા બુટલેગર મીનાબેન સુરેશભાઇ રાઠોડની તાપસ માટે ગયા હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મીનાબેન ત્યાં હાજર ન હતા. જેથી તેઓએ તેમનો ફોટો મેળવી ઇ-કોપ એડ્ઢિમકેશનમાં ઓનલાઇન અપલોડની કાર્યવાહી કરી હતી.
આ સમયે લિસ્ટેડ બુટલેગર મીનાનો પતિ સુરેશ કાળીદાસ રાઠોડ તથા તેના પુત્રો મનીષ સુરેશભાઇ રાઠોડ, પિયુષ સુરેશભાઇ રાઠોડ અને કૈલાશબેન વિપુલભાઇ સોજીત્રા તેની પાસે આવ્યા હતા. ચારેયે ભેગા મળી પોલીસની કામગીરીમાં રુકાવટ ઉભી કરી બ્રિજરાજસિંહનો કોલર પકડી લઇ એલફેલ ગાળો આપી હતી. બ્રિજરાજે ગાળો આપવાની ના પાડતા ચારેયે ભેગા મળી તેમને માર માર્યો હતો. જેથી આખરે બનાવને પગલે બ્રિજરાજસિંહે ડીંડોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500